તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનપા દ્વારા નરસિંહ તળાવ ખાતેથી જળ સંચય અભિયાનનો કરાશે પ્રારંભ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમગ્ર રાજયમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત જળ સંચય અભિયાન હાથ ધરવામાં આવેલ છે. આ અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લા તથા મહાનગર પાલિકા દ્વારા નરસિંહ મહેતા તળાવ ખાતેથી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મનપાનાં મેયર આદ્યશક્તિબેન મજમુદાર, જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી,આસી. કમિશ્નર જયેશભાઇ વાજા વગેરેએ જળ સંચય અભિયાન પ્રારંભ કરાવ્યો છે. મેયર આદ્યશક્તિબેન મજમુદારે જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત નદી,તળાવો, જળાશયો ઉંડા ઉતારવાની કામગીરી કરાશે. તેમજ ચેકડેમોમાંથી કાપ કાઢી ઉંડા ઉતારવામાં આવશે. મનપા વિસ્તારમાં આવતાં 3 સ્થળે તળાવ, જળાશય અને ચેકડેમને ઉંડા ઉતારવાની કામગીરી કરવામાં આવશે.સમગ્ર જિલ્લામાં 269 જળ સંચયનાં કામોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામો પાણી પુરવઠા, જળ સંપત્તિ, ગ્રામ વિકાસ, વન અને પર્યાવરણ મહાનગરપાલિકા, નગરપાલિકા અને વોટરસેડ વિભાગ દ્વારા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો