તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભવન નિર્માણની કામગીરીનો પ્રારંભ કરતો વઘાસીયા પરિવાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ જિલ્લા મથકે વઘાસિયા પરિવાર દ્વારા સમાજ ઉપયોગી ભવન નિર્માણની કામગીરીનો પ્રારંભ કરવામા આવ્યો છે. પ્રથમ તબક્કામાં હાલ ભુમિદાન, ભોજન હોલ અને મુખ્ય પ્રવેશદ્વારના દાનની રકમની યાદી જાહેર કરવામા આવી છે. સમાજના આર્થિક સક્ષમ દાતાઓ આ સેવાકીય પ્રવૃતિનો લાભ લે તેવી અપિલ કરવામાં આવી છે.

આ અંગે સમાજના અગ્રણી અને સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઇ વઘાસીયાએ વિગતો આપતા જણાવ્યુ છે કે, ભુમિદાન સહાયમા 1 વાર માટે રૂ.5 હજાર, 2 વાર માટે રૂ.10 હજાર, 10 વાર માટે રૂ.50 હજાર, 20 વાર માટે રૂ.1 લાખ અને 50 વાર માટે રૂ.2.50 લાખનુ અનુદાન નિયત કરાયુ છે. જ્યારે અેક રૂમ માટે રૂ.1.51 લાખ, ભોજન હોલ માટે રૂ.5.51 લાખ તેમજ મુખ્ય પ્રવેશદ્વાર માટે રૂ.1.11 લાખ દાન નક્કી કરાયુ છે. સમાજ ભવનના નિર્માણ બાદ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ, રાહતદરે કેન્ટીન, દર્દીઓને જમવાની મફત સગવડ, દર્દીઓના સગાઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા તથા યુવાવર્ગ માટે સ્પર્ધાત્મક પરિક્ષાના વર્ગોનો પ્રારંભ કરાશે. આ કાર્યના સંચાલન માટે રાજ્યમાંથી 51 ટ્રસ્ટીઓની નિમણુક કરવામા આવશે જેના વડપણ હેઠળ સેવાકીય પ્રવૃતિ કરાશે.

અન્ય સમાચારો પણ છે...