તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિફ્ટી માટે 10500-10900ની મહત્ત્વની ટ્રેડિંગ રેન્જ રહેશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રવારે ભારતીય બજારની શરૂઆત પોઝીટીવ થઈ હતી. જોકે ત્યારબાદ તેમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. દિવસ દરમિયાન માર્કેટ રેંજ બાઉન્ડ રહ્યાં હતા અને આખરે બેન્ચમાર્ક્સ પોઝીટીવ બંધ આવ્યા હતા. સૌથી મહત્વની બાબત નિફ્ટીએ 10700ના સ્તર પર પુન: બંધ આપવામાં સફળતા નોંધાવી તે હતું. બજારમાં શરૂઆતી નરમાઈનું કારણ ગુરુવારે રાતે વૈશ્વિક બજારોમાં ઘટાડો હતો. યુએસ માર્કેટમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. ડિસેમ્બરમાં વેચાણના નબળા આંકડાઓ પાછલ ઓટોમોબાઈલ શેર્સમાં જ્યારે ચીનમાં આર્થિક મંદી પાછળ મેટલ્સ શેર્સમાં ઘટાડો જળવાયો હતો. મેટલ ઈન્ડેક્સમાં સિમેટ્રિકલ ટ્રાયએંગલ પેટર્ન જોવા મળે છે અને તેથી ટૂંકાગાળા માટે તેમાં લોંગ પોઝીશન ટાળવી જોઈએ. નિફ્ટીએ ગુરુવારે બેરિશ કેંડલ બનાવી હતી. જો નિફ્ટી 10600નું સ્તર તોડશે તો 10500 સુધી તૂટી શકે છે. શુક્રવારે 10700નું સ્તર પરત મેળવતાં હવે જો વૈશ્વિક બજારનો સપોર્ટ મળી રહે તો નિફ્ટી 10900 સુધી સુધારો દર્શાવી શકે છે. યુએસ ખાતેથી ડેટા ખૂબ નબળા આવી રહ્યાં છે અને તેથી બજારોમાં સેન્ટિમેન્ટ ખૂબ નરમ બન્યું છે. માત્ર યુએસ જ નહિ યુરોપ અને ચીનના બજારો પણ મંદીના સંકેતો આપી રહ્યાં છે. યુએસ ઈન્સ્ટીટ્યુટ ઓફ સપ્લાય મેનેજમેન્ટ(આઈએસએમ) ડેટા પાછળ રોકાણકારો તેમના નાણા શેર બજારમાંથી બહાર લઈ જઈ રહ્યાં છે. યુએસ 10-વર્ષના બેન્ચમાર્ક પેપરના યિલ્ડ્સ નવેમ્બરમાં 3.25 ટકાના સ્તરેથી ઘટીને 2.55 ટકા પર આવી ગયા છે. યુએસ ગ્રોથને લઈને રોકાણકારોમાં ચિંતા પાછળ વોલ સ્ટ્રીટમાં છેલ્લા ઘણા વર્ષોનો સૌથી ઝડપી ઘટાડો નોંધાયો છે. આનુ પ્રતિબિંબ ગોલ્ડમાં ઉછાળામાં પણ પડી રહ્યું છે. કોમેક્સ ખાતે સોનુ 1293 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે.

આ તમામ સ્થિતિને જોતાં હાલમાં રોકાણકારોને સાઈડલાઈન રહેવાની ભલામણ છે. છેલ્લા બે સપ્તાહથી નિફ્ટી 10500-10900ની રેંજમાં ટ્રેડ થઈ રહ્યો છે. આ રેંજમાં એકબાજુનું બ્રેક આઉટ આવશે અને બેન્ચમાર્ક તે દિશામાં આગળ ગતિ કરી શકે છે. ઈન્ડિયન વીઆઈએક્સમાં વૃદ્ધિ તેજીવાળાઓ માટે પોઝીટીવ બાબત નથી. છેલ્લા બે ટ્રેડિંગ સત્રોમાં નિફ્ટીની ચાલુ સિરિઝમાં 18 લાખ શેર્સનું ઓપન ઈન્ટરેસ્ટ વધ્યું છે. જે સૂચવે છે કે મોટી શોર્ટ પોઝીશનનો ઉમેરો થયો છે અને તેથી દરેક સુધારે નિફ્ટી પર દબાણ આવી જાય છે. યુએસ ઈક્વિટીઝમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે અને તેની સાથે ડોલર પર નરમ બન્યો છે. જ્યારે બીજી બાજુ સોનુ છ ટકા જેટલું ઉછળ્યું છે. આમ ઈન્વેસ્ટર્સ સેફ એસેટ તરફ વળી રહ્યાં છે. ભારતમાં આગામી સમયગાળો ચૂંટણીઓનો છે અને તેથી બજારમાં વોલેટિલિટી ઊંચી જ‌ળવાય રહેશે. આ સ્થિતિમાં ટ્રેડર્સે મર્યાદિત એક્સપોઝર જાળવવાની ભલામણ છે.

(લેખક: ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝના ડિરેક્ટર છે)

માર્કેટ વોચ
આસિફ હિરાણી

અન્ય સમાચારો પણ છે...