તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનસ વિદ્યાલયનાં વિદ્યાર્થીઓ ખેલમહાકુંભની સ્પર્ધામાં ઝળક્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : જૂનાગઢ સ્થિત માનસ વિદ્યાલય હાઇસ્કૂલ વિભાગના વિદ્યાર્થીઓએ જુદી જુદી ખેલમહાકુંભની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ધો.10 ની વિદ્યાર્થીની હિરપરા દર્શનાબેને ટ્રાઇસિકલ રેસમાં અને ચક્રફેંક સ્પર્ધામાં પ્રથમ નંબર અને સોલંકી વિમલભાઇ દિલસુખભાઇએ 200 મીટર દોડમાં પ્રથમ નંબર મેળવી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેમને શાળા સંચાલક કરસનભાઇ જાડેજા, આચાર્ય ડો.ત્રિલોક હરીભાઇ ગોહિલ, વિકલાંગના શિક્ષક જમનભાઇ ઠુમર અને જ્યોત્સનાબેને બિરદાવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...