તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

15 માર્ચથી થનારી પીયુસી સેન્ટર ધારકોની હડતાળ મોકૂફ રખાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતના પીયુસી સેન્ટરના માલિકો દ્વારા ભાવ વધારાની માંગ સાથે સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું અને જો ભાવ વધારો ન થાય તો 15 માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. જોકે, ઓલ ગુજરાત પીયુસી ઓનર્સ અેસોસિએશનની રજૂઆત બાદ વાહન વ્યવહાર મંત્રીએ, વિધાનસભાનું સત્ર ચાલુ હોય થોડો સમય આપવાની માંગ કરી હતી. જ્યારે વાહન વ્યવહાર કમિશ્નરે જણાવ્યું હતું કે, પીયુસી સર્ટિફિકેટની ફિ વધારાની રજૂઆતોને ધ્યાને લઇ ફિ વધારાની દરખાસ્ત સરકારના વિચારણા હેઠળ છે.

જાહેર જનતાને હાલાકી ન પડે તે માટે પીયુસી સેન્ટર બંધ રાખવાના બાબતનો નિર્ણય પરત લેવા વિનંતી છે. આમ, વાહન વ્યવહાર મંત્રી અને કમિશ્નરની ખાત્રીના અનુસંધાને 15 માર્ચથી જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં થનારી પીયુસી સેન્ટરના માલિકોની હડતાળ હાલ પુરતી સ્થગિત કરવામાં આવી છે. જો ટૂંક સમયમાં સરકાર યોગ્ય નિર્ણય નહી લે તો ભવિષ્યમાં ફરી અચોક્કસ મુદ્દતની હડતાળ કરવામાં આવનાર હોવાનું જાણવા
મળી રહ્યું છે.

વિધાનસભાનું સત્ર ચાલુ હોય સરકારે થોડો સમય આપવાનું કહ્યું


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો