તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસટી બસે બાઇકને ટક્કર મારી દેતા સગા ભાઇ- બહેનનાં મોત, પિતરાઇ બહેન ગંભીર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેશોદ - જૂનાગઢ હાઇવે પર એસટી બસે બાઇકને ટક્કર મારી દેતા સગા ભાઇ-બહેનનાં મોત નિપજયાં હતાં. જયારે પિતરાઇ બહેનને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં ખસેડાઇ હતી.

રવિવારે બપોરનાં અરસામાં મધરવાડાથી મયુરભાઇ જેસીંગભાઇ ધુળા (ઉ.વ.28), જેસલબેન જેસીંગભાઇ ધુળા (ઉ.વ.25) અને ભાવનાબેન વલ્લભભાઇ ધુળા બાઇક નં.જીજે-11-બીએફ- 8942 પર ત્રિપલ સવારીમાં કેશોદ ખરીદી કરવા આવી રહયાં હતાં ત્યારે જૂનાગઢ હાઇવે પર વેબ્રીજ પાસે ચોરવાડ - જૂનાગઢ રૂટની એસટી બસ નં.જીજે-18-વાય-8693નાં ડ્રાઇવરે બાઇકને જોરદાર ટક્કર મારી દેતા 10 ફૂટ દુર ફંગોળાઇ જતા ત્રણેયને ગંભીર ઇજા પહોંચતા 108નાં સ્ટાફ અને પોલીસે સ્થળ પર પહોંચી હોસ્પિટલે ખસેડયાં હતાં. જયાં તબીબે સગા ભાઇ-બહેન મયુરભાઇ અને જેસલબેનને મૃત જાહેર કર્યા હતાં. જયારે ગંભીર રીતે ઘાયલ પિતરાઇ બહેન ભાવનાબેનને વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરાઇ હતી. આ ઘટનાને પગલે હોસ્પિટલે પરિવાર અને સગા-સંબંધીઓનાં ટોળે ટોળા ઉમટી પડયા હતાં અને મધરવાડામાં શોકનો માહોલ પ્રસરી ગયો હતો. અકસ્માત સર્જનાર બસનો ડ્રાઇવર પોલીસમાં સામેથી હાજર થયો હોવાનું જાણવા મળે છે.

છાશવારે અકસ્માતના બનાવો બની રહ્યા છે.જેમના માટે તંત્રની બેદરકારી જ જવાબદાર છે.કારણ કે અહીં ક્રોસિંગ છે પરંતુ રેડિયમ કે ચેતવણી સૂચક પટ્ટા લગાવ્યા નથી.

એસટી બસનાં ડ્રાઈવરે પાછળથી બાઈકને ઠોકર મારી દેતા સર્જાયો ગોઝારો અકસ્માત. તસવીર-પ્રવિણ કરંગીયા

એક પુત્ર અને એક પુત્રીનાં મોતથી ધુળા પરિવાર આઘાતમાં હતપ્રભ
જેસીંગભાઇને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોય મૃતક મયુરભાઇ મોરબીમાં કન્ટ્રકશન કંપનીમાં જોબ કરતો હતો અને વતન આવ્યો હતો અને રવિવારે સગી બહેન અને પિતરાઇ બહેનને લઇ કેશોદ ખરીદીમાં આવતાં હતાં. એક પુત્ર અને પુત્રી ગુમાવી દેતા ધુળા પરિવાર આઘાતમાં હતપ્રભ બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો