તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાધુએ કહ્યું અમારી ધૂણાની જગ્યા છે, ખાલી કરી નાખજો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભવનાથ ઝોનલ ઓફિસ સામેની જગ્યાને લઇને વિવાદ થવાની સંભાવના વ્યકત થઇ રહી છે. એક સાધુએ આ મામલે ઉગ્ર રજૂઆત કરી આ અમારી જગ્યા છે, ખાલી કરી નાંખજો તેમ કહેતા મામલો ગરમાયો હતો. જોકે બાદમાં આ સાધુ જતા રહ્યા હતા.ભવનાથમાં મહા શિવરાત્રીના મેળાને લઇને સાધુ સંતો ઉમટી રહ્યા છે. આ સાધુઓ દ્વારા ધૂણા બનાવવામાં આવી રહ્યા છે. દરમિયાન ભવનાથ ઝોનલ ઓફિસ સામેની જગ્યામાં મનપા દ્વારા સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે. જેને લઇને એક સાધુનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દર વર્ષે અહિંયા અમારા ધૂણા બનતા હોય આ વખતે સ્ટોલ ઉભો કરતા અમારે ધૂણા રાખવા કયાં ω આ અમારી જગ્યા છે ખાલી કરી નાંખજો તેમ કહેતા મામલો ગરમાયો હતો. જોકે બાદમાં સાધુ જતા રહ્યા હતા. ત્યારે આ જગ્યાને લઇ વિવાદ ઉભો થવાની પણ દહેશત વ્યકત થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો