તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેંસાણને વિસાવદર સાથે જોડતો રસ્તો ઘણા વખતથી બિસ્માર હાલતમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભેંસાણને વિસાવદર સાથે જોડતો રસ્તો ઘણા વખતથી બિસ્માર હાલતમાં છે. આથી તેને તાકીદે રીપેર કરાવવાની માંગણી લોકોમાંથી ઉઠી રહી છે.

ભેંસાણથી વિસાવદર જવાનો રસ્તો ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. વિસાવદર તાલુકાનાં ગામોમાં મોટા કોટડા, વિંછાવડ, સુખપુર, કુબા રાવણી, જેવા ગામોનાં લોકો આ રોડનો ઉપયોગ કરતા હોય છે. સૌથી વધુ તકલીફ પ્રસૂતાને લઇ જતી વખતે થાય છે.

તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છત્તાં તંત્રનાં પેટનું પાણીયે હલતું નથી. આથી તાકીદે આ રોડ બનાવવામાં આવે એવી માંગ લોકોમાંથી ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...