તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા લેવાયેલી સનદની પરીક્ષાનું પરીણામ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા લેવાયેલી સનદની પરીક્ષાનું પરીણામ બહાર પાડવામાં આવ્યું નથી. પરિણામના અભાવે વકીલો સિવીલ જજની ઉમેદવારી નોંધાવી શકતા ન હોય સત્વરે પરીણામ બહાર પાડવા માંગ ઉઠી છે. આ અંગે બાર એસોસિએશનના જોઇન્ટ સેક્રેટરી અને વકીલ યોગેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે તાજેતરમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા સનદની પરીક્ષા લેવામાં આવી હતી. જોકે 13 ડિસેમ્બરે લેવાયલી પરીક્ષાનું પરીણામ હજુ બહાર પાડવામાં આવ્યું નથી.દરમિયાન ગુજરાત રાજ્યની વડી અદાલત દ્વારા સિવીલ જજ માટે જગ્યા બહાર પાડવામાં આવી છે. ભાવિ એડવોકેટો કે જે ન્યાયાધીશ બનવા તૈયારી કરી રહ્યા છે તે સનદના પરીણામના અભાવે ઉમેદવારી નોંધાવી શકતા નથી. સિવીલ જજની પરીક્ષામાં સનદના નંબર, તારીખ, બાર કાઉન્સીલ અોફ ઇન્ડીયાની પરીક્ષા પાસ કર્યાની તારીખ લખવી ફરજીયાત હોય આવા કારણોસર પરીણામના અભાવે ઉમેદવારી નોંધાવી શકતા નથી. ત્યારે સનદનું પરીણામ સત્વરે બહાર પાડવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો