તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સવારે શોભાયાત્રા નિકળશે, રાત્રીના ધાર્મિક કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જૈન સમાજ દ્વારા મહાવીર સ્વામીની શોભાયાત્રાનું ધામધુમથી આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢના જગમાલ ચોકથી સવારે 8:30 વાગ્યાની આસપાસ શોભાયાત્રા નિકળશે જે શહેરના માલીવાડા રોડ, દાણાપીઠ વિસ્તાર, ચોક્સી બજાર થઇને મોટી શાક માર્કેટ થઇ પરત ફરશે. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાશે. ત્યાર બાદ દેરાસર ખાતે જૈન સમાજ દ્વારા સમુહ ભોજનનું આયોજન બપોરે 1 કલાકે કરાયું છે. તેમજ રાત્રીના વિવિધ ધાર્મીક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ તકે સમસ્ત જૈન સમાજના લોકોને લાભ લેવા અનુરોધ કરાયો છે. તેમજ જૂનાગઢમાં સ્થાનિકવાસી જૈન સમાજ દ્વારા જગમાલચોક ખાતે સવારે સાડા આઠ કલાકે ભગવાન મહાવીર સ્વામીની શ્રૃતિ તેમજ 9: 10 કલાકે મહાવીર સ્વામીની જન્મનું વાંચન તેમજ 10 થી 11 મહામંત્રોનું જાપ કરી ભગવાન મહાવીર સ્વામીની ઉજવણી કરવામાં આવશે. અને સ્થાનિકવાસી જૈન સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...