તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગિરનાર સ્પર્ધકો માટેની ઇનામની રકમમાં 500થી 750નો વધારો કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણની સ્પર્ધા આગામી 13 જાન્યુઆરીએ યોજાશે. આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં 1303 સ્પર્ધકોએ નામ નોંધાવ્યા છે. દરમિયાન આ વર્ષે રોકડ ઇનામની રકમમાં 500થી લઇને 750 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. કુલ 1303 સ્પર્ધકોમાં 552 સિનીયર ભાઇઓ,414 જુનીયર ભાઇઓ, 134 સિનીયર બહેનો અને 203 જૂનિયર બહેનોનો સમાવેશ થાય છે. આમ, કુલ 966 ભાઇઓ અને 337 બહેનો ગિરનાર સ્પર્ધામાં ભાગ લેશે.

દરમિયાન સ્પર્ધકોને અપાતા રોકડ રકમના ઇનામની રકમમાં આ વર્ષે વધારો કરવામાં આવ્યો છે. પ્રથમ નંબરે આવનારને 5000ના બદલે 5750 મળશે.બીજા ક્રમે વિજેતાને 2500ના બદલે 3000 મળશે.ત્રીજા નંબરે આવનારને 1500ના બદલે 2000 મળશે. જયારે ચોથા અને પાંચમાં ક્રમના વિજેતા સ્પર્ધકોને 500ના બદલે 1000 મળશે. જયારે છ થી દસ નંબરના વિજેતાને 250ના બદલે 500 રૂપિયા આપવામાં આવશે. આમ,કુલ ચારેય કેટેગરી મળી 66000ના ઇનામો આપવામાં આવશે. આ ઉપરાંત ચારેય ગૃપમાં એક થી દસમાં વિજેતાને સરકાર દ્વારા ટ્રોફી અને પ્રમાણપત્રો આપવામાં આવશે તેમ જિલ્લા રમત ગમત અધિકારી ઉપેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...