સંસ્કૃત પાઠશાળાનું સ્થળ નહીં બદલાય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ મહાનગરપાલિકાની સામેની ગલીમાં આવેલ સંસ્કૃત પાઠશાળાને લઇ ચાલતા વિવાદ પર પૂર્ણ વિરામ મૂકાયું છે. આ જ્ગ્યાએ એક સમયે કાર્યરત પાઠશાળા જર્જરિત બનતા 99.86 લાખના ખર્ચે નવી બનાવવા માટે એજન્સીને કામગીરી સોંપી દેવામાં આવી હતી. જોકે, કામગીરી શરૂ થતાની સાથે જ રાજકારણ શરૂ થયું. ભાજપના જ 2 જૂથ વચ્ચે જગ્યાને લઇ વિવાદ થયો. અેક જૂથના 5 લોકોએ વાંધા અરજી કરી નવી જગ્યાએ સંસ્કૃત પાઠશાળા બનાવવા માંગ કરી હતી. બાદમાં ભાજપના જ અન્ય એક જૂથના આગેવાને મૂળ- જૂની જગ્યાએ જ પાઠશાળા બનાવવા માંગ કરી હતી. જોકે, હાલ આ વિવાદનો અંત આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આરએન્ડબીના નાયબ કાર્યપાલક ઇજનેર વિવેક ગોસ્વામીના જણાવ્યા મુજબ કાર્યપાલક ઇજનેર એલ.વી. બારીઆ દ્વારા જૂની જગ્યાએ જ બાંધકામ શરૂ કરવા માટે એજન્સીને લેખીત જાણ કરી દેવામાં આવી છે. ટૂ઼ંક સમયમાં જ કામગીરી શરૂ કરાશે. હાલ પાયાના ખોદકામ માટે બનેલા ખાડામાં કોઇ પડે નહી તે માટે પતરાની આડશ કરી દેવામાં આવી છે.

જૂની, નવી જગ્યાના મુદ્દે ભાજપના જ 2 જૂથ વચ્ચે ખેંચતાણ હતી


દબાણ દૂર કરવામાં આવે

દરમિયાન સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આ જગ્યાની આજુબાજુ દબાણ થઇ ગયેલ છે જે દૂર કરાવવું જરૂરી છે.

મનપા ગટરનું પાણી બંધ કરાવે

પાઠશાળાના પાયા માટેના ખાડામાં ગટરનું પાણી આવે છે જે મનપા બંધ કરાવે તે જરૂરી છે. જો બંધ નહી કરાવે તો બિલ્ડીંગના પાયામાં ગંદા પાણી જવાથી પાયાને પણ નુકસાન થઇ શકે છે.
અન્ય સમાચારો પણ છે...