તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનપાએ કર્યું લોકોનું જીવવું દુષ્કર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાંથી એકત્ર કરાયેલ કચરાને ગાંધીગ્રામમાં બનાવાયેલ ટ્રાન્ઝીસ્ટ પોઇન્ટમાં ઠાલવવામાં આવે છે. આ કચરાના કારણે આવતી દુર્ગંધથી સ્થાનિક લોકો ત્રાસી ગયા છે. કચરાના કારણે ફેલાતી ગંદકીથી લોકોના આરોગ્ય સામે પણ જોખમ ઉભું થયું છે. સ્થાનિક લોકોએ ભારે રોષભેર જણાવ્યું હતું કે, અહિં મરેલા પશુ, મળના ટેન્કર પણ ઠાલવવામાં આવે છે, જેના કારણે લોકોનું જીવવું દુષ્કર બની રહ્યું છે.

આ વિસ્તારમાં ટ્રાન્ઝીસ્ટ પોઇન્ટ બંધ કરવાની માંગ સાથે અનેક વખત મનપામાં રજૂઆત કરવામાં આવી છે. જોકે, માત્ર ઠાલા આશ્વાસનો જ મળ્યા છે. કોઇ નક્કર કામગીરી કરવામાં આવી નથી. પરિણામે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. ટ્રાન્ઝીસ્ટ પોઇન્ટ કાયમી ધોરણે હટાવવાની માંગ સાથે બુધવારે આ વિસ્તારની મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. મહિલાઓએ મનપાના કચરા ઠાલવવા આવેલા વાહનોને અટકાવી દીધા હતા. કમિશ્નર હાય હાયના નારા લગાવ્યા હતા અને રસ્તા પર ચક્કાજામ કર્યું હતું.

બાદમાં મનપાના ઇન્ચાર્જ સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ આર.એસ. ડાંગર, આસિસ્ટન્ટ કમિશ્નર જયેશભાઇ વાજા, વોર્ડના પ્રભારી, એસઆઇ વગેરે દોડી આવ્યા હતા અને એજન્સીના કર્મીઓને બોલાવી કચરાને તાત્કાલીક રીતે હટાવી આ મામલે સત્વરે યોગ્ય કરવાની સૂચના આપી હતી. જોકે, તેમ છત્તાં મહિલાઓનો રોષ શાંત નહોતો પડ્યો. તેમણે જણાવ્યું હતું કે, જો કચરો નાંખવાનું બંધ નહિ થાય તો ફરી આંદોલન કરવામાં આવશે. અમારી એક જ માંગ છે અહિં કચરો નાંખવામાં ન આવે.

કોન્ટ્રાકટરની દાદાગીરી

અમે કચરા ઠાલવવા આવેલા 4 વાહનોને અટકાવ્યા હતા. કચરો ન ઠાલવવા સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટે ખાત્રી આપી હતી. જોકે કોન્ટ્રાકટરની દાદાગીરી તો જુઓ સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટની હાજરીમાં કચરાની ગાડીઓ ઠાલવી ગયા. > ઉદયભાઇ સેવક, નિવૃત્ત SBI ઓફિસર

મહિનાઅો વિત્યા સ્થિતી જૈસે થે

આ વિસ્તારમાં ઠલવાતા કચરા, ગંદકી, મળના ટેન્કર, મરેલા પશુ વગેરેને બંધ કરાવવા અનેક વખત રજૂઆત કરાઇ હતી. દર વખતે થોડા દિવસોમાં યોગ્ય કરવાની ખાત્રી
અપાય છે, પરંતુ મહિનાઓ વિત્યા પછી પણ સ્થિતી જૈસે થે રહી છે. > રાજેશભાઇ ખારોડ

કાલથી કચરો નાંખવાનું બંધ, એજન્સીને 2.50 લાખનો દંડ

કાલથી કચરો નાંખવાનું બંધ કરવા એજન્સીને આદેશ અપાયો છે. ફેબ્રુઅારીમાં એજન્સીને વિવિધ કારણોસર 2.50 લાખનો દંડ કરાયો છે. આ ઉપરાંત અગાઉ કન્ટેનર સળગાવવા બદલ 42,000 નો દંડ કરાયો હતો.આમ, કોન્ટાકટર સામે કોઇ રહેમનજર રખાતી નથી અને નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવે છે. > આર.એસ. ડાંગર, ઇન્ચાર્જ સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ.

જૂનાગઢના ગાંધીગ્રામમાં રહેણાંક વિસ્તારમાં ઠલવાતા કચરા, ગંદકી, મળના ટેન્કર, મરેલા પશુને લઇ સ્થાનિક લોકોમાં ભારે રોષ, ચક્કાજામ, કચરાની ગાડીઓ રોકી

ઘોર બેદરકારી

ગંદકીના કારણે લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ, અનેક રજૂઆત છત્તાં માત્ર ઠાલા આશ્વાસન મળતા લોકો રસ્તા પર આવ્યા

અધિકારી અને સ્થાનિક લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ

કચરો અને ગંદકીથી કંટાળેલા સ્થાનિક લોકોએ કચરો ઠાલવવા આવેલા વાહનોને અટકાવી દીધા હતા. તેમજ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. આ અંગેની જાણ થતાં જ મનપાનાં અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે, ટ્રાન્જીસ્ટ પોઇન્ટ કાયમી ધોરણે હટાવવાનાં મામલે સ્થાનિક લોકો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જોકે, બાદમાં મામલો થાળે પડ્યો હતો.

_photocaption_રોષે ભરાયેલી મહિલાઓએ કચરો ઠાલવવા માટે આવેલા વાહનોને અટકાવી દીધા હતા. તસ્વીર - મેહુલ ચોટલીયા*photocaption*
અન્ય સમાચારો પણ છે...