તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ બાયપાસમાં આંદોલનને લીધે નાના ખેડૂતોને 171 કરોડ વધુ મળ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જેતપુર-સોમનાથ નેશનલ હાઇવેનાં ફોરટ્રેક પ્રોજેક્ટમાં જૂનાગઢ બાયપાસ એલાઇન્મેન્ટ અને જમીન સંપાદનને લીધે 8 ગામોનાં ખેડૂતોએ 9 વર્ષ સુધી ખેડૂત હિતરક્ષક સમિતીનાં નેજા હેઠળ લડત ચલાવી. જેને પગલે તમામ ખેડૂતોને 4 થી 6 ગણું વળતર મળ્યું છે. સરકાર તરફથી મળનાર વળતર અને 8 વર્ષમાં ખેડૂતોએ લીધેલી ઉપજ ગણીએ તો આંદોલનને લીધે ખેડૂતોને અંદાજે 171 કરોડ વધુ મળ્યા.ખેડૂત હિતરક્ષક સમિતીનાં સંયોજન અતુલ શેખડાએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આંદોલનમાં છેલ્લા તબક્કામાં સંપાદન થતી ખેડૂતોની જમીનનું 4 ગણું વળતર આપવાની માંગ હતી. જેના અંતે સરકારે અમારી 4 ગણા વળતરની વાતનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે. જેના ભાગરૂપે સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા 50 ટકા ખેડૂતોનાં આર્બીટ્રેશનની પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે. અને આગામી 27 ફેબ્રુ. સુધીમાં બાકીનાંની પ્રક્રિયા પણ પૂરી થઇ જશે. જો ખેડૂત હિત રક્ષક સમિતીએ આંદોલન ન કર્યું હોત તો 8 વર્ષ પહેલાંજ આ ખેડૂતોને ફક્ત 39 કરોડનું વળતર મળત. જે હવે 160 કરોડ જેવું વળતર મળશે. વળી આ ખેડૂતોએ 8 વર્ષ સુધી જે વાવેતર કરી આશરે 50 કરોડની ઉપજ મેળવી એ જોતાં ખેડૂતોનાં ભાગે કુલ 210 કરોડ આવ્યા. આગામી 28 ફેબ્રુ.એ જૂનાગઢ બાયપાસનું ભૂમિપૂજન છે.

ખેડૂતોને 1 વીઘા દીઠ મળનાર વળતર
ક્રમ ગામ અગાઉ મળત હવે મળશે

1. કોયલી 4.86 લાખ 19.45 લાખ

2. શાપુર 2.76 લાખ 11 લાખ

3. નાંદરખી 2.76 લાખ 11.07 લાખ

4. તલીયાધાર 2.14 લાખ 8.57 લાખ

5. વધાવી 3.48 લાખ 13.95 લાખ

6. ગલીયાવાડ 4.04 લાખ 16.19 લાખ

7. સુખપુર 6.68 લાખ 26.75 લાખ

8. વડાલ 6.68 લાખ 26.75 લાખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો