તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડુત આગેવાનને છરી મારી લૂંટ ચલાવનાર બે શખ્સો ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ શહેરના જોષીપરામાં રહેતા ખેડુત આગેવાનને રાત્રીના રેલ્વે સ્ટેશન નજીક બે શખ્સોએ છરી મારી ઇજા પહોંચાડી પાકીટ, મોબાઇલની લૂંટ ચલાવી હતી. આ અંગે બી ડીવીઝનમાં આગેવાને બે શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી બાદ પોલીસે બે જ દિવસમાં બન્ને શખ્સોને બિલખાથી ઝડપી લીધા હતા. જોષીપરાના ગોપાલ નગરમાં રહેતા ખેડુત આગેવાન ભરતભાઇ પરસોતમભાઇ પાનસુરીયા ગંધારીવાડીના રસ્તે ચાલીને જતા હતા ત્યારે બે શખ્સોએ છરી મારી લૂંટી લીધાની બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ કે.કે.મારૂએ તપાસ ચલાવી હતી અને આરોપી ઇલીયાશ અને એજાજને બિલખા રેલ્વે ક્રોસીંગ નજીકથી ઝડપી લીધા હતા અને પુછપરછ કરતા જણાવ્યું હતું કે, ભરતભાઇને બાઇક અડી જવાના મુદ્દે બોલાચાલી થઇ હતી જેમાં તેમને છરી બતાવી લૂંટ કરી હોવાની કબુલાત આપી હતી. પોલીસે બન્ને આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો