તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી ભૂકંપના હળવા આંચકા આવ્યા છે. તા.

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી ભૂકંપના હળવા આંચકા આવ્યા છે. તા. 11 જાન્યુઆરીએ પાંચવાર અને તા. 12ના રોજ ત્રણવાર સાયલામાં 1.3થી લઇ 2.00ની તીવ્રતા સુધીના આંચકા નોંધાયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના હળવા આંચકા આવતા લોકો ચિંતીત થઇ ઉઠ્યા છે. સાયલા અને ચૂડા તાલુકામાં અવારનવાર હળવા આંચકા નોંધાય છે. ત્યારે છેલ્લા બે દિવસમાં સાયલા તાલુકામાં જ આઠ વાર ધરા ધ્રુજી છે. તા. 11ના રોજ સાયલા તાલુકાના ગામોમાં પાંચવાર અને 12ના રોજ ભૂકંપના ત્રણ હળવા આંચકા નોંધાયા છે. 1.3થી લઇ 2.0ની તીવ્રતા સુધીના આંચકા આવ્યા હોવાનું સેન્ટરમાં નોંધાયુ છે. જેમાં સૌથી વધુ તીવ્રતાવાળો આંચકો 2.0નો મોટા કેરાળામાં અને સૌથી ઓછો તીવ્રતાવાળો 1.3નો છડીયાળીમાં નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...