તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખલીલપુર રોડ થયેલા અકસ્માતમાં કાર ચાલક પોલીસના હાથવેંતમાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ શહેરના ખલીલપુર રોડ પર પુરઝડપે દોડતી કારે લોકોને હડફેટે લીધા હતા. અકસ્માત સર્જી કાર ચાલક નાસી છુટ્યો હતો. બાદમાં રોષે ભરાયેલા લોકોએ કારને સળગાવી દીધી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્વનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું અને કાર ચાલક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી.

પોલીસમાંથી મળતી માહિતી મુજબ ખલીલપુર રોડ પર સર્જાયેલા હીટ એન્ડ રનમાં સારવાર દરમિયાન વૃદ્વનું મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે પુરપાટ કાર દોડાવનાર આરોપી પોલીસના હાથવેતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત સર્જનાર કારમાં બે આરોપી હોવાનું અનુમાન હતું. જેમાં આ બન્ને આરોપી ક્રાઇમ બ્રાન્ચના હાથવેતમાં હોય અને પુછપરછ કર્યા બાદ તેમને બતાવવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો