તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓપેક દેશોની બેઠકમાં ક્રૂડ ઓઇલના ઉત્પાદન કાપનો નિર્ણય હાલની એકતરફી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓપેક દેશોની બેઠકમાં ક્રૂડ ઓઇલના ઉત્પાદન કાપનો નિર્ણય હાલની એકતરફી તેજી જોતા ડિસ્કાઉન્ટ થઇ ચૂક્યો છે. 2018માં ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં ટોપ બન્યા બાદ ડિસેમ્બર માસના અંતીમ સપ્તાહમાં સરેરાશ 40 ટકા ઘટી 50 ડોલર અંદર પહોંચ્યુ હતું પરંતુ નવા વર્ષના પ્રારંભથી એક તરફી ઉંચકાઇ બ્રેન્ટ ક્રૂડ અત્યારે 62 ડોલરની સપાટી કુદાવી 62.15 અને ડબલ્યુટીઆઇ 53 ડોલરની સપાટી કુદાવી 53.10 ડોલર આસપાસ ક્વોટ થવા લાગ્યું છે. ઓપેક-નોન ઓપેક ઉત્પાદક ખાસ કરીને રશિયાએ 12 લાખ બેરલ પ્રતિ દિવસ ઉત્પાદનમાં કાપ મુકવા સાથે સંમત થયા છે. ઓપેક અને અન્ય દેશો જે વૈશ્વિક ઉત્પાદનના લગભગ અડધો હિસ્સો ધરાવે છેે. ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરનો અંત આવશે તેવા અહેવાલો છે પરંતુ હજુ સુધી કોઇ જ ઉકેલ આવ્યો નથી. આ ઉપરાંત ચીન અને અમેરિકાની ઇકોનોમિમાં નેગેટિવ ગ્રોથ જણાઇ રહ્યો છે છતાં ક્રૂડમાં તોફાની તેજી જળવાઇ રહી છે. એનાલિસ્ટો 2019 મધ્ય સુધીમાં ક્રૂડની કિંમત 60-70 ડોલરની રેન્જમાં રહેશે તેવો સંકેત દર્શાવ્યો છે. આગામી સમયમાં અમેરિકામાં સપ્લાય પુરો પાડતા અને ઓઇલ ડ્રિલિંગમાં વધારો થવાના કારણે ભાવ પર દબાણ રહી શકે છે. તેમજ અમેરિકામાં ક્રૂડ ઇનવેન્ટરી રેશિયો કેવો રહે છે તેના પર પણ આધાર રહેલો છે.

ક્રૂડની તેજી અને કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયાની નબળાઇના કારણે દેશમાં આગામી સમયમાં ક્રૂડનું આયાત બીલ ફરી વધી શકે છે. આ ઉપરાંત ક્રૂડની તેજી પાછળ પેટ્રોલ-ડિઝલ પણ સતત ધીમી ગતીએ વધી રહ્યાં છે. છેલ્લા 10 દિવસમાં પેટ્રોલ-ડિઝલમાં પણ સરેરાશ લિટર દીઠ બે રૂપિયા વધ્યા છે અને હજુ બે રૂપિયા વધે તેવો અંદાજ છે. ઇંધણ મોઘું થવાના કારણે આગામી સમયમાં ફુગાવો પણ વધે તેવો અંદાજ નિષ્ણાતો દર્શાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...