તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મકરસંક્રાંતિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નાના

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મકરસંક્રાંતિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નાના બાળકોથી લઇને મહિલાઓ, યુવાનો, વૃદ્ધો તમામમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છુટી છવાય આકાશમાં પતંગ પણ ઉડતી નજરે પડે છે. અન્ય મોટા શહેરોની જેમ જ જૂનાગઢમાં પણ થોડા વર્ષોથી મકરસંક્રાંતિનું મહત્વ વધવા લાગ્યું છે. લોકો આખો દિવસ ધાબા પર ચડી પતંગ ઉડાવે છે અને ગીત વગાડી આનંદ માણે છે. પતંગની સાથે સાથે ફોટા પાડવામાં શહેરીજનો વ્યસ્ત રહે છે ત્યારે આખો દિવસ તડકામાં રહેતા સ્કિન પ્રોબ્લેમ્સ થાય છે. આ અંગે જૂનાગઢના સ્કિન સ્પેશ્યાલીસ્ટ જીજ્ઞા શાહે સ્કિન કેર વિશે વાત કરતા જણાવ્યું હતું કે,ધાબા પર તડકામાં આખો દિવસ પતંગ ચગાવતી વખતે સ્કિન ડેમેજ થઇ શકે છે. તડકામાં વધુ પડતા રહેવાના લીધે સ્કિમમાં રહેલુ મોસ્ચર લોસ થતુ હોય છે. ત્યારે તડકામાં જતા પહેલા રૂટીન મોસ્ચ્યુરાઇઝર લગાવવુ અને ત્યારબાદ એસપીએફ-50 સનસ્ક્રિન લગાવવું જરૂરી છે. આ સનસ્ક્રિમ આશરે 4 થી 5 કલાક સ્ક્રિનને પ્રોટેક્ટ કરે છે. અા ઉપરાંત તડકામાં સતત રહેવાના લીધે એનર્જી લોસ થતી હોય, પાણી, જ્યુસ સહિતના પ્રવાહી વધુ લેવાનો આગ્રહ રાખવો જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્કિનમાં ટેનિંગ સહિતના પ્રોબ્લેમ તડકાના લીધે થવાની શક્યતાઓ વધુ હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો