તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાડાની બે દુકાનમાં જગ્યા કરતા તેને ચણી લેવા કોર્ટે હુકમ કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદમાં રહેતા નારણભાઇ શામજીભાઇની માલીકીની દુકાનો નારાયણ નગરના ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ ગ્રાઉન્ડ ફ્લોર્સમાં બે દુકાનો આવેલી છે.

આ બન્ને દુકાનો પરસોતમભાઇ મોહનભાઇને માસિક રૂપિયા 150 લેખે લેખીત ભાડાચીઠ્ઠી સ્ટેમ્પ પેપર ભાડે આપવામાં આવી હતી પરંતુ પરસોતમભાઇએ આ બન્ને દુકાનો વચ્ચેની દિવાલ તોડી નાસી વચ્ચે જગ્યા કરી લીધી હતી. આ અંગે નારણભાઇને જાણ ન કરતા મૌખિક તેમજ નોટીસ મારફતે જાણ કરતા દિવાલ તોડી ન હોવાનું નોટીસમાં જણાવી ઉદ્દઘાટનના ફોટા હોવાનું જણાવ્યું હતું પરંતુ આ પુરાવા કોર્ટમાં રજુ ન કરતા વકીલ ચંદુભાઇ સાંગાણી દ્વારા ધારદાર દલીલો કરી બન્ને દુકાનો વચ્ચેની દીવાલ તોડી પાડી મકાનમાં નુકસાની કરી હોવાનું જણાવ્યું હતુ. જેથી કોર્ટે આ બન્ને દુકાનો વચ્ચેની જગ્યાને ચણી દેવા અને તેમાં પ્લાસ્ટર કરી દુકાનનો કબ્જો સોંપી દેવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...