તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યપાલક ઇજનેરે બીલ પાસ ન કરતા કોન્ટ્રાક્ટરે ઝેરી દવા પીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ શહેરમાં રહેતા અને પીજીવીસીએલના ગ્રામ્ય વિસ્તારના કોન્ટ્રાક્ટ રાખતા કોન્ટ્રાક્ટરના બીલ બાકી હોય અને આ અંગે કાર્યપાલક ઇજનેર બીલ પાસ ન કરતા હોવાથી કોન્ટ્રાક્ટરે ઝેરી દવા પી જતા તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

પોલીસમાંથી મળતી વિગત મુજબ શહેરના હાઉસિંગ બોર્ડમાં રહેતા ભાવેશભાઇ મણીલાલ અગ્રાવત પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે અને પીજીવીસીએલના ગ્રામ્ય વિસ્તારના કોન્ટ્રાક્ટ રાખે છે પરંતુ પીજીવીસીએલના કરેલા કામના 3.50 લાખ રૂપિયા બાકી હોય અને આ અંગે આઝાદ ચોક ખાતે આવેલ પીજીવીસીએલ કચેરીના કાર્યપાલ ઇજનેર તરફથી સંતોષ કારક જવાબ ન મળતો હોય અને બીલ પાસ ન કરતાં હોય આથી ભાવેશભાઇને લાગી આવ્યું હતું અને ઝેરી દવા પી જતા તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે બી ડીવીઝન પોલીસના હેડ કોન્સ્ટેબલ વી.કે.ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...