તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરનો કચરો ડંપીંગ સાઇટને બદલે બહાઉદ્દીન કોલેજની પાછળ નંખાય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના કચરાના નિકાલ માટે ઇવનગર ખાતે ડંપીંગ સાઇડ શરૂ કરવામાં આવી છે અને શહેરનો કચરો ત્યાં ઠાલવામાં આવે છે પરંતુ એ માત્ર વાતો પુરતો હોય તેમ સામે આવી રહ્યું છે. ડંપીંગ સાઇડ પર કચરો પહોંચે તે પહેલા બહાઉદ્દીન કોલેજની પાછળની ખાલી જગ્યામાં ઠાલવામાં આવે છે. શહેરભરનો કચરો ત્યાં ઠાલવતા ગંદકી જોવા મળી રહી છે તેમજ આ પ્લાસ્ટીકનો કચરો ગાયો ખાઇ હોય તેમ નજર ચડે છે. પ્લાસ્ટીક ખાવાથી ગાયોના મોત પણ થઇ શકે છે ત્યારે આ કચરો ડંપીંગ સાઇડને બદલે આ જગ્યા પર કેમ ઠાલવામાં આવે છે તે સવાલો ઉઠી રહ્યા છે.

જૂનાગઢ શહેરનાં બહાઉદ્દીન કોલેજની પાછળની જગ્યા પર ગાયો પ્લાસ્ટિક કચરો ખાઇ રહી છે. તસ્વીર - ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...