તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢની ઝાંઝરડા ચોકડી પરના પુલ નીચેના વોંકળાને પૂરી દેવાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢની ઝાંઝરડા ચોકડી પાસેના પુલ નીચેથી પસાર થતા વોકળાને બૂરી દેવામાં આવતા ચોમાસામાં પાણી નિકાલની સમસ્યા ઉભી થવાની દહેશત વ્યકત થઇ રહી છે. આ અંગે રાજુભાઇ દિવરાણીયાએ નેશનલ હાઇવે ઓથોરિટીને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, ઝાંઝરડા ચોકડી પાસેના પુલ નીચેથી વોકળા તેમજ ગટરનું પાણી પસાર થતું હતું. દરમિયાન છેલ્લા કેટલાય સમયથી આ પુલ નીચેના વહેણને બંધ કરી દેવામાં અાવ્યું છે. આવું થવાના કારણે ચોમાસામાં પાણી નિકાલની સમસ્યા ઉભી થશે. ત્યારે આ પુલ નીચેના વહેણને ફરી ચાલુ કરવા માંગ કરાઇ છે. જો 10 દિવસમાં યોગ્ય નહી કરાય તો કાનુની કાર્યવાહી કરવાની ચિમકી રાજુભાઇ દિવરાણીયાએ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો