સિવીલમાં પાર્કીંગનું બોર્ડ તો માર્યું, પાલન નથી થતું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ સિવીલ હોસ્પિટલ આવતા વાહનો માટે પાર્કિંગની સુવિધા કરવામાં આવી છે તેમ છતાં રીક્ષા ચાલકો તેમજ અન્ય વાહન ચાલકો દ્વારા પોતાના વાહન આડેધડ પાર્ક કરી દેવામાં આવે છે.

જૂનાગઢ શહેરના મજેવડી ગેઇટ નજીક વિશાળ જગ્યામાં 8 માળની નવી સિવીલ હોસ્પિટલ બનાવામાં આવી છે. સિવીલની બહાર સીસીટીવી ન હોવાને કારણે બાઇકની ચોરી થઇ રહી છે. સિવીલમાં આવતા વાહન ચાલકો આડેધડ વાહન પાર્કિંગ કરતા હોવાને કારણે એમ્બ્યુલન્સ પસાર થવી મુશ્કેલ બને છે. ત્યારે નવા આવેલા સિવીલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા તમામ સ્ટાફ અને સિક્યુરીટીને સૂચના આપી દેવામાં આવી છે. તેમજ થ્રી અને ફોર વ્હીલ વાહન સિવીલની સામેના ગ્રાઉન્ડમાં પાર્ક કરે તે માટે બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે તેમ છતાં પણ વાહન ચાલકો પાર્કિંગની જગ્યાને બદલે રસ્તામાં વાહન પાર્ક કરી જતા રહે છે તેમ છતાં પણ સિક્યુરીટી દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી.