તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપે અત્યાર સુધીમાં 1500 ઝંડી માટે સંમત્તિ પત્રો રજૂ કર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
13 - જૂનાગઢ લોકસભા માટે 23 એપ્રિલે મતદાન થવાનું છે. 21 એપ્રિલ સાંજના 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થશે. આમ, હવે ચૂંટણી પ્રચાર આડે આંગળીના વેઢે ગણાય એટલાજ દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકસભાના 12 ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

દરમિયાન જો કોઇની ખાનગી મિલકત પર કોઇ પક્ષના ઉમેદવારના પ્રચારની ઝંડી લગાવવી હોય તો તેના માટે આવા મિલકત ધારકની સંમત્તિ લેવી પડે છે. આવા સંમત્તિ પત્રો ચૂંટણી તંત્રમાં જમા કરાવવા પડે છે. જો સંમત્તિ પત્રક વિના ઝંડી લગાડાય અને તેની જાણ થાય કે ફરિયાદ થાય તો આચાર સંહીતાની ટીમો દ્વારા આવી ઝંડી દૂર કરવામાં આવે છે. જો દૂર કરવા ન દે તો નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવે છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં આવા 1500 સંમત્તિ પત્રકો રજૂ કર્યા છે. જયારે બાકીના 11 પક્ષોએ સંમત્તિ પત્રકો રજૂ કર્યા નથી. મતલબ, આવા ઉમેદવારોએ ખાનગી મિલક્તોમાં ઝંડી લગાવી નથી અને પ્રચારમાં તેઓ ભાજપ જેટલા સક્રિય નથી અેવું રાજકીય તજજ્ઞોમાં ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...