તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેંક મેનેજર બોલું છું કહી એટીએમ નંબર લઇ રૂપિયા 99 હજાર ઉપાડ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ શહેર અને જિલ્લામાં બેંકનાં ગ્રાહકો સાથે ફ્રોડ થઇ રહી છે આ છેતરપીંડી અટકવાનું નામ લેતી નથી ત્યાં વધુ એક એસબીઆઇનાં ગ્રાહક ભોગ બન્યા છે.

જૂનાગઢ ડીઆઇજી ઓફિસ કચેરીનાં અધિક્ષક તરીકે ફરજ બજાવતા અને હાલ નિવૃત જીવન જીવતા જીતેન્દ્રરાય કાંતિલાલ જોષીને ગત તા.27 એપ્રિલ 2018નાં સવારનાં ફોન આવ્યો હતો ફોન કરનારે કહ્યું કે હું બેંક મેનેજર હાર્દિક પાટીલ બોલું છુ અને તમારૂ એટીએમ કાર્ડ બ્લોક થઇ ગયું છે.જેથી તમારા એટીએમ કાર્ડનાં નંબર બોલો અને તમારા મોબાઇલમાં જે ઓટીપી નંબર આવે તે જણાવો. બાદ આપનું એટીએમ ચાલુ થઇ જશે બાદ જીતેન્દ્રભાઇએ બંને એટીએમ કાર્ડનાં નંબર આપી દીધા હતા અને ઓટીપી નંબર પણ આપ્યા હતા બાદ જીતેન્દ્ર ભાઇએ બેલેન્સ જોવાનું કહેતા સામેવાળાએ તમારૂ બેલેન્સ બરાબર છે તેવું કહ્યું હતું. જીતેન્દ્રભાઇને શંકા જતાં તાત્કાલીક એસબીઆઇની સર્કલ ચોક અને દિવાન ચોકમાં ગયા હતા અને તપાસ કરતા એક ખાતામાંથી 49990 અને દિવાન ચોકનાં ખાતામાંથી 49989 ઉપડી ગયા હતા.

આ અંગે બેંક મેનેજરને પણ વાત કરી હતી બાદ 14950 રૂપિયા જીતેન્દ્ર ભાઇનાં ખાતામાં જમા થયા હતા પરંતુ હજુ સુધી 85038 રૂપિયા જમા થયા નથી.

અન્ય સમાચારો પણ છે...