તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રાતિનાં 10 દિ\' 1962 હેલ્પલાઇને ઘાયલ પક્ષીઓ માટે 2 વાન શરૂ કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સામાન્ય રીતે મકરસંક્રાતિની ઉજવણી દરમિયાન અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે. ત્યારે ઘાયલ પક્ષીઓને સારવાર મળી રહે તે માટે સરકારની 1962 હેલ્પલાઇન દ્વારા પક્ષીઓ માટે બે વાન શરૂ કરવામાં આવી છે. જેમાં 10 દિવસમાં શહેરમાં ઘાયલ થતા પક્ષીઓને સારવાર આપવામાં આવશે. જૂનાગઢમાં મકરસંક્રાતિની ઉજવણીને લઇને લોકોએ દોરો અને પતંગ તૈયાર કરી લીધા છે. જૂનાગઢમાં મકરસંક્રાતિ પહેલા જ આકાશમાં પતંગો જોવા મળતા હોય છે. જેના કારણે અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે. પશુ, પક્ષીઓ સારવાર આપવા માટે જૂનાગઢમાં રાજ્ય સરકાર દ્વારા 1962 એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે. પરંતુ મકરસંક્રાતિમાં ઘાયલ પક્ષીઓના કેસ વધી જતા હોવાને કારણે બે વાન એકસ્ટ્રા શરૂ કરવામાં આવી છે. જૂનાગઢમાં 1962 અભિયાન દ્વારા તા.11 થી 20 જાન્યુઆરી સુધી પક્ષીઓને સારવાર મળી રહે તે માટે બે વાન કાર્યરત કરાઇ છે. જે 1962 એમ્બ્યુલન્સની સાથે સાથે ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો