તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેસ્ટ : ઓલિવિયરે 5 વિકેટ ઝડપી, પાક. 185 રનમાં ઓલઆઉટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલિવરે ત્રીજીવાર 5 વિકેટ ઝડપી

એજન્સી | જોહાનિસબર્ગ

ફાસ્ટ બોલર ડુઓન ઓલિવિયર (5/51) ની શાનદાર બોલીંગના સહારે દ.આફ્રિકાએ ત્રીજી ટેસ્ટમાં પોતાની પકડ મજબુત કરી લીધી છે. મેચમાં બીજા દિવસે શનિવારે પાક.માં પહેલી ઇનીંગમાં 17 રન પર 2 વિકેટથી આગળ રમવાનું શરૂ કર્યું. પુરી ટીમ 49.4 ઓવરમાં 185 રન પર ઓલ આઉટ થઇ ગઇ. સુકાની સરફરાજ અહમદે સૌથી વધુ 50 રન કર્યા. બાબર આજમે પણ 49 રન કર્યા હતા. ઓલિવિયરે ટેસ્ટમાં ત્રીજીવાર પાંચ વિકેટ ઝડપી. ફિલેંડરે પણ ત્રણ અને રબાડાએ બે વિકેટ ઝડપી. સીરિઝમાં અત્યાર સુધી પાક.ની તમામ 50 વિકેટ ફાસ્ટ બોલરોએ ઝડપી છે. દ.આફ્રિકાએ પહેલી ઇનીંગમાં 262 રન કર્યા છે. સમાચાર લખાય છે ત્યાર સુધી દ.આફ્રિકાએ બીજી ઇનીંગમાં 73 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...