તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવાને નગ્ન અવસ્થામાં બાળકીને બિભત્સ ક્લીપ બતાવી સતામણી કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં 12 વર્ષની બાળકી રમતી હતી તે દરમિયાન બાજુના અેપાર્ટમેન્ટમાં કલર કામ કરતો શખ્સ નગ્ન અવસ્થામાં તરૂણીને મોબાઇલમાં બિભત્સ ક્લીપ બતાવી સતામણી કરી હોવાથી બાળકીની માતાએ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શનિવારના સાંજના પોણા સાતેક વાગ્યા આસપાસ શહેરના એક એપાર્ટમેન્ટ નીચે પાર્કિંગની જગ્યામાં 12 વર્ષની બાળકી રમતી હતી તે દરમિયાન બાજુના એપાર્ટમેન્ટમાં કલર કામ કરતો રાકેશ કનુ સોલંકી નામનો શખ્સ નગ્ન અવસ્થામાં બાળકીને હાથના ઇશારાથી પાસે બોલાવી તેમના મોબાઇલમાં બિભત્સ ક્લીપ બતાવી હતી જેને લઇને બાળકી રાડોરાડ થઇ ગઇ હતી અને આ શખ્સ ભાગી ગયો હતો. આ બનાવને લઇને આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા બાદ બાળકીની માતાએ રાકેશ કનુ સોલંકી વિરૂધ્ધ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો સહિતની કલમ લગાવી આગળની તપાસ પીઆઇ આર.બી.સોલંકી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો