તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેપર ચેક કરવા જતાં શિક્ષકોને પડતી મુશ્કેલી અંગે યોગ્ય કરવા માંગણી કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામાન્ય રીતે પરિક્ષાના પેપરો ચેક કરવા માટે શિક્ષકોને દુર દુર સુધી મોકલવામાં આવે છે. જેના લીધે તેઓને અનેક પ્રશ્નોનો સામનો કરવો પડતો હોય છે ત્યારે ચાલુ વર્ષે પડેલી તકલીફો આવતા વર્ષે શિક્ષકોને ન ભોગવવી પડે તે માટે ગુજરાત રાજ્ય ઉચ્ચ માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા આ અંગે રજુઅાત કરવામાં આવી છે કે, ઘણાબધા મ.મૂ.કેન્દ્રો ત્રણ કે ચાર જિલ્લા વચ્ચે રાખવામાં અાવતા હોય ઘણા શિક્ષકો દુર-દુરથી આવતા હોવાથી તકલીફ પડે છે તો જે તે વિષયના બે-બે જિલ્લા વચ્ચે મધ્યભાગમાં આવતી શાળાઓને ફરજીયાત મ.મૂ.કેન્દ્ર લેવાનો આદેશ કરાવવો, વિષય તથા તેના પરિક્ષકોની સંખ્યાને ધ્યાનમાં લઇ બહુમતિ ધરાવતા વિસ્તારમાં સરળતા રહે તેવા મ.મૂ.કેન્દ્ર નક્કી કરવા, દરેક મ.મૂ.કેન્દ્ર તથા વાતાવરણને ધ્યાનમાં રાખી તથા પરીક્ષક ઉપર વિશ્વાસ રાખી સમય ગોઠવવા છુટ આપવી, પરિક્ષણ કાર્યમાં નિમણુક નંબર આગળ-પાછળ ન થાય તેમજ માધ્યમિકમાંથી અાવેલ શિક્ષક સિનિયર ન બની જાય વગેરે બાબતે ધ્યાન આપવા સહિતની બાબતે યોગ્ય કરવા પત્રના અંતે માંગણી કરાઇ છે. આમ પેપર ચેક કરવાની કામગીરીમાં શિક્ષકોને અનેક પ્રકારની મુશ્કેલી ઓ પડતી હોય છે. જે અંગે સત્વરે યોગ્ય કરવા માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...