તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરો બંધ મકાનનું તાળું તોડી દાગીના અને રોકડ ચોરી ગયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢમાં રહેતો પરિવાર અમદાવાદ મામાની દિકરીના લગ્નમાં ગયો હતો અને તેનો લાભ ઉઠાવી તસ્કરો પરિવારના મકાનમાં ત્રાટકી મકાનના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી કબાટમાંથી રોકડ અને સોનાના દાગીના સહિત કુલ રૂપિયા 50 હજારની ચોરી કરી ગયા હતા. શહેરના સ્વામી મંદિર સામે સિવાજી શેરીમાં રહેતા હરસુખભાઇ મોહનભાઇ મારૂ તેમના પરિવાર સાથે અમદાવાદ મામાની દિકરીના દિકરા-દિકરીના લગ્નમાં ગયા હતા અને લગ્ન પર્ણ કરી ઘરે પરત ફર્યા ત્યારે ઘરના દરવાજા ખુલ્લા હતા અને લાઇટો પણ શરૂ હતી ઘરની અંદર સામાન પણ વેરવિખેર હતો અને કબાટ પણ ખુલ્લો હતો અને તેમા રહેલા રોકડ રૂપિયા 30,000 અને સોનાનો ચેઇન નંગ-1 કિંમત રૂપિયા 20,000ની ચોરી થઇ હતી. આ ચોરી અંગે હરસુખભાઇએ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પીએસઆઇ બી.એસ.જાડેજા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો