તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત અગ્રણી પર હુમલો કરનારને ઝડપી લઇ જાહેરમાં સરભરા કરો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાં ખેડૂત અગ્રણી પર હુમલો કરી લૂંટ ચલાવનાર શખ્સોને ઝડપી લઇ તેની જાહેરમાં સરભરા કરવાની માંગ ઉઠી છે. આ અંગે અમીતભાઇ પટેલ અને કિરીટભાઇ પાનસુરીયાએ જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું છે.

આવેદનમાં જણાવ્યું છે કે શહેરનાં ખેડૂતો અગ્રણી ભરતભાઇ પાનસુરીયા 24 ફેબ્રુઆરીનાં રોજ રાત્રીનાં 1.30 વાગ્યે રેલવે સ્ટેશન નજીકથી પસાર થઇ રહ્યાં હતા ત્યારે બાઇક પણ 2 અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઇજા પહોંચાડી મોબાઇલ અને પાકીટની લૂંટ કરી હતી. ત્યારે શહેરમાં ભયમુક્ત વાતાવરણ ઉભું થાય તે માટે આરોપીને તાત્કાલીક પકડી જાહેરમાં સરભરા કરવામાં આવે તેમજ લોકોની સુરક્ષા માટે જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા લગાડી નાઇટ પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો