તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

11 લાખનું ધિરાણ લઇ પેઢી સાથે છેતરપિંડી કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં 11 લાખનું ધિરાણ આપનાર પેઢી સાથે છેતરપિંડી થતા આરોપી સામે કોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે.

જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર ફાઇનાન્સ પેઢી ધરાવતા હિમાંશુભાઇ ગોરાણીયા પાસેથી એક વ્યકિતએ 11 લાખ રૂપિયાનું ધિરાણ લઇ બદલીમાં અલગ અલગ તારીખના ચેકો આપ્યા હતા. બાદમાં હિમાંશુભાઇએ ચેકો બેન્કમાં નાંખતા ચેકો પરત થયા હતા અને ધિરાણ લેનાર વ્યકિતએ ખાતું બંધ કરાવી લીધું હોવાનું જાણવા મળ્યું હતું. આમ, ધિરાણ લઇ ફાઇનાન્સ પેઢી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોવાનું જાણવા મળતા આરોપી સામે કોર્ટમાં ફોજદારી કેસ કરવામાં આવ્યો છે તેમજ આ અંગે ડીએસપીને પણ અરજી કરી આવા શખ્સ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...