તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારત વિકાસ પરિષદ દ્વાર સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિતે સાયકલ રેલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | સ્વામી વિવેકાનંદજીની 156મી જન્મ જયંતિ નિમિતે ભારત વિકાસ પરિષદ દ્વારા આગામી તા.13 જાન્યુઆરીને રવિવારના રોજ સવારે 8:30 કલાકે સ્વામી વિવેકાનંદજી પૂજન કરી બાદ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયકલ રેલી બહાઉદ્દીન કોલેજથી શરૂ થશે જેમાં ડોક્ટર્સ, વકીલ, શિક્ષકો, ઓફિસર્સ, વિદ્યાર્થીઓ અને શહેરી મોટી સંખ્યામાં જોડાશે. આ રેલીમાં જોડાવા ભારત વિકાસ પરિષદના પ્રમુખ ભાવિનભાઇ ભીંડી, મંત્રી તુષારભાઇ છત્રારા, સંયોજક ડો.મનોજભાઇ વાસન અને સહ સંયોજક કિરણસિંહ ગોહિલે અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...