તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકપાલની નિમણૂકમાં વિલંબ અંગે સુપ્રીમ નારાજ, કેન્દ્ર પાસેથી સોગંદનામું માગ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી | લોકપાલની નિમણૂક પ્રક્રિયા ધીમી ગતિએ ચાલતા શુક્રવારે સુપ્રીમકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કેન્દ્ર સરકારને લોકપાલની નિમણૂક માટે લીધેલાં પગલાંની માહિતી સોગંદનામાના માધ્યમથી રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો. કેન્દ્રએ 17 જાન્યુઆરી સુધી જવાબ આપવો પડશે. તે દિવસે જ આગામી સુનાવણી હાથ ધરાશે. અગાઉ એટર્ની જનરલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ એસ.કે.કૌલની બેન્ચને જણાવ્યું કે ગત સપ્ટેમ્બર બાદથી લોકપાલની નિમણૂક પ્રક્રિયા ઝડપી બની છે. તેમણે આ મામલે એક નોટ કોર્ટમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો પણ બેન્ચે તેને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો. કોર્ટે કહ્યું કે તમે અત્યાર સુધી શું કર્યુ તે દરેક વાત રેકોર્ડ પર લાવો.

અન્ય સમાચારો પણ છે...