તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિ.ના પેપર લીકમાં સુપાસી કોલેજના પ્રિન્સીપાલ, સુપરવાઇઝરની ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા દ્વારા લેવામાં આવતી સેમેસ્ટર-4ની પરીક્ષામાં બીએસસીનું કેમેસ્ટ્રી પેપર લીક થઇ જતા વોટ્સઅપમાં ફરતું થઇ ગયું હતું જેને લઇને યુનિવર્સિટી દ્વારા પેપર રદ કરવામાં આવ્યું હતું અને આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી જેમાં સુપાસીની કોલેજમાં સમય કરતા વહેલું પેપર આપી દેવામાં આવતું હોવાથી વોટ્સઅપમાં વાઇરલ થયું હતું. પોલીસે કોલેજના પ્રિન્સીપાલ અને સુપરવાઇઝરને ઝડપી લીધા હતા.

નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા તા.4 એપ્રિલના રોજ બીએસસી સેમેસ્ટર-4નું કેમેસ્ટ્રીનું પેપર વોટ્સઅપ પર વાઇરલ થઇ ગયું હતું જે અંગે યુનિવર્સિટી દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસ એ.એસ.પી. સાગર બાગમાર ચલાવી રહ્યા હતા અને સુપાસીની અર્જુન કોલેજમાં અભ્યાસ કરતા જસ્મીન હરેશ માથુકીયા અને ધવલ અમૃતલાલ ટાંકને ઝડપી લઇ પુછપરછ કરતા સુપાસીની અર્જુન કોલેજમાં પરીક્ષાના સમય કરતા એક કલાક પહેલા પેપર આપી દેવામાં આવતું હોવાની કબુલાત કરતા અર્જુન બીએસસી કોલેજના પ્રિન્સીપાલ પ્રફુલ રાજા બંધીયા અને સુપરવાઇઝર તરંગ જગમાલ રામની પેપર લીંકમાં સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે તેમને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...