તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢના હાજીયાણી બાગ નજીક રવિવારી બજાર ભરાય છે. દર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢના હાજીયાણી બાગ નજીક રવિવારી બજાર ભરાય છે. દર રવિવારે ભરાતી મધ્યમ વર્ગિય પરિવારના મોલ જેવી આ બજારમાં મોટી સંખ્યામાં લોકો વિવિધ વસ્તુની ખરીદી માટે ઉમટી પડતા હોય પગ મૂકવાની જગ્યા ન મળે તેવી ચિક્કાર ગિર્દી થતી હોય છે. દરમિયાન રવિવારી બજારમાં કેટલાક લારી અને પાથરણા વાળાએ ફુટપાથ પર કબ્જો જમાવતા લોકોને ચાલવું પણ મુશ્કેલ બન્યું હતું.

આ અંગેની જાણ થતા કમિશ્નર તુષાર સુમેરાની સૂચનાથી દબાણ અધિકારી ભરત ડોડીયા અને ટીમના હાજાભાઇ મોરી, વિવેક ગજ્જર, હારૂન હાલા વગેરેએ દોડી જઇ 45 લારી વાળા તેમજ 20 પાથરણા વાળાને દૂર કરી ફુટપાથ ખુલ્લી કરાવી હતી. સાથોસાથ હવે જો લીમીટ ક્રોસ કરવામાં આવશે તો લારી, પાથરણા ઝપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો