શહેરમાં 41.6 ડિગ્રી સાથે સૂર્યની સંચારબંધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં માર્ચના અંતિમ સપ્તાહથી સૂર્યનારાયણ દેવતાના આકરા મિજાજનો લોકોને પરિચય થઇ રહ્યો છે. તાપમાન 40 ડિગ્રીને પાર કરી જતા લોકો ગરીમીથી ત્રસ્ત થઇ ગયા છે. એમાંયે ખાસ કરીને બપોરના સમયે આકાશમાંથી જાણે અગ્નિ વર્ષા થતી હોય તેમ ગરમ લૂ ફેંકાતા ટ્રાફિકથી ધમધમતા રસ્તા પરનો ટ્રાફિક ગાયબ થઇ ગયો છે. લોકો અંગ દઝાડતી ગરીમીથી બચવા બપોરના સમયે બહાર નિકળવાનું ટાળી રહ્યા છે જેથી રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે. દરમિયાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હવામાન વિભાગના અધિકારી ધિમંત વઘાસીયાના જણાવ્યા મુજબ બુધવારે મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી,લઘુત્તમ તાપમાન 21.5 ડિગ્રી રહ્યું હતું. જયારે ભેજનું પ્રમાણ સવારે 51 ટકા અને બપોર બાદ 19 ટકા રહ્યું હતું અને પવનની ઝડપ 5.2 કિમી પ્રતિ કલાકની રહી હતી. હજુ 2 દિવસ સુધી હિટવેવની અસર રહેતા તાપમાન 42 ડિગ્રી સુધી જઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...