Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂનાગઢની પટેલ કેળવણી મંડળ ટેકનોલોજી અને બીબીએ કોલેજની છાત્રાઓએ
જૂનાગઢની પટેલ કેળવણી મંડળ ટેકનોલોજી અને બીબીએ કોલેજની છાત્રાઓએ શહેરમાં વિવિધ સ્થળોએ 16 સ્ટોલ ઉભા કર્યા છે. ખરી કમાઇ નામના આ સ્ટોલ પરથી 15 જાન્યુઆરી સુધી સવારના 7 થી રાત્રીના 8:30 સુધી નાસ્તો, ચા, વગેરે વિવિધ વસ્તુનું વેંચાણ કરવામાં આવશે. આ અંગે મોતીબાગ પાસેના સ્ટોલના સંચાલકો નિરાલીબેન અઘેરા, પૂર્વાબેન સાદરીયા, ખુશ્બુબેન ગામી, એશાબેન ત્રાંબડીયા, હિનલબેન કાવડીયા, ધૃત્તિબેન વૈષ્ણાની અને ફાલ્ગુનીબેન કલોલાએ જણાવ્યું હતું કે અમે જે થીયરીકલ અભ્યાસ કર્યો છે અને ભવિષ્યમાં બિઝનેસ કરવાના છીએ ત્યારે ગ્રાહકો સાથે કઇ રીતે ડીલ કરવી, કઇ રીતે વાતો કરવી, કઇ રીતે આપણી પ્રોડકટ અંગે ગ્રાહકોને વધુ સારી રીતે સમજાવી વેંચાણ કરવું વગેરે બાબતોનું પ્રેકટીકલ નોલેજ મળે તે માટે આ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. દરેક સ્ટોલમાં 6 થી 7 છાત્રાઓ ભાગ લઇ રહી છે. 16 સ્ટોલમાંથી સૌથી વધુ નફો મેળવી પ્રથમ, દ્વિતીય અને તૃતિય સ્થાને વિજેતા બનનારને સંસ્થા દ્વારા શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.