તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પગાર ન થતા કર્મીઓની હાલત ફકોડી, આર્થિક બેહાલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ મહાનગરપાલિકામાં આઉટ સોર્સિંગથી મેન પાવર પૂરો પાડનાર એજન્સીએ કર્મીઓના 3 માસના પગાર ન કરતા કર્મીઓની આર્થિક સ્થિતી ડામાડોળ બની છે.

આ મામલે મનપાની વાહન, બગીચા, એડીએમ, મહેકમ, સેક્રેટરી સહિતની શાખામાં તેમજ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અને શાસકપક્ષના નેતાની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓએ કચ્છની આશાપુરા એન્ટરપ્રાઈઝ નામની એજન્સીને પત્ર પાઠવ્યો છે. આ પત્રની મનપાના કમિશ્નરને નકલ પાઠવી જણાવ્યું છે કે,જાન્યુઆરી 2018 થી મે 2019 સુધી જુદી જુદી શાખામાં ફરજ બજાવી છે. દરમિયાન છેલ્લા માર્ચ, એપ્રિલ અને મે એમ 3 મહિનાનો પગાર કરવામાં આવ્યો નથી. અગાઉ જે પગાર મળ્યો છે તે પણ દૈનિક વેતનથી ઓછો મળ્યો છે. જયારે તમામ કર્મીઓના અત્યાર સુધીના ઇપીએફ, ઇએસઆઇ તેમજ બોનસ રકમની કપાત કર્યા અંગે પણ જાણ કે યુઅેન નંબર આપવામાં આવેલ નથી. ત્યારે આ મામલે સત્વરે યોગ્ય કરવા આઉટ સોર્સિંગના કર્મીઓએ માંગ કરી છે. કર્મચારીઓને પગાર ન મળવાને લીધે ઘર ચલાવવું મુશ્કેલ બની રહયું છે.

અન્ય સમાચારો પણ છે...