તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેખીત ખાત્રી ન મળતા આરોગ્ય કર્મીઓની હડતાળ ચાલુ રહી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મંગળવારે ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં લેખીતમાં ખાત્રી ન મળતા આરોગ્ય કર્મીઓની હડતાળ જારી રહી છે. જોકે બુધવારે ફરી બેઠક મળનાર છે. આ બેઠકમાં લેખીતમાં ખાત્રી મળશે તો હડતાળ સમેટાઇ જશે. આ અંગે જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સુરેશભાઇ વડારીયા અને મહામંત્રી કિશોરભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે વિવિધ પ્રકારની 13 માંગને લઇને 15 ફેબ્રુઆરીથી રાજ્યભરના આરોગ્ય કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. દરમિયાન મંગળવારે ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ પગલા સમિતીએ ગાંધીનગર ખાતે આરોગ્ય સચિવ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં આરોગ્ય સચિવે તમામ માંગ સંતોષવાનું જણાવ્યું હતું પરંતુ સચિવ લેખીત આપી ન શકે તેમ કહી મૌખિક ખાત્રી અાપી હતી જે માન્ય ન રાખી હડતાળ જારી રાખવાનું નક્કી કરાયું છે. દરમિયાન બુધવારે ફરી બેઠક યોજાશે. આ બેઠક નાણાંમંત્રી નીતીન પટેલ અને પંચાયતમંત્રી જયદ્રથસિંહ પરમાર સાથે યોજાશે જેમાં લેખીત ખાત્રી અપાશે તો હડતાળ સમેટી લેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો