તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધો. 2 થી લઇને ધો.10 સુધીમાં અનેક પાઠય પુસ્તકો બદલાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાળું વેકેશન પુરૂં થતાની સાથે જ 10 જૂનથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થઇ ગયું છે. જોકે આ વર્ષે અનેક પાઠય પુસ્તકો બદલાયા હોવાના કારણે વાલીઓમાં દોડધામ મચી ગઇ છે.

ખાસ કરીને ગુજરાતી અને અંગ્રેજી બન્ને માધ્યમમાં ધોરણ 2 થી લઇને 10 સુધીમાં અનેક પાઠય પુસ્તકો બદલી ગયા છે. ગુજરાતી માધ્યમમાં ધોરણ 2 માં કીલ્લોલ, ગુજરાતી, પર્યાવરણ, ધોરણ 4માં પર્યાવરણ, ધોરણ 6 અને 9 માં સમાજવિદ્યા, ધોરણ 10માં ગણિત, વિજ્ઞાન અને સમાજ વિદ્યાના પાઠય પુસ્તકો બદલાઇ ગયા છે.

જયારે અંગ્રેજી માધ્યમમાં ધોરણ 1 માં ઇંગ્લીશ અને મેથ્સ, ધોરણ 2 થી 10 માં મેથ્સ, ધોરણ 6 થી 10 માં સાયન્સ અને સોશ્યોલોઝી વગેરે પુસ્તકો બદલાયા છે. જયારે કોમ્પ્યુટરમાંતો સ્કૂલ વાળા જે ખાનગી પ્રકાશનનું પુસ્તક પાસ કરે તે લેવું પડે છે. આમ, પુસ્તકો બદલવા માટે વાલીઅોને દોડધામ થઇ રહી છે.

આ ઉપરાંત શોર્ટ સપ્લાયના કારણે અમુક પુસ્તકો મોડા આવે છે જેથી વાલીઓને ફરી ધક્કો ખાવો પડે છે. ખાસતો થોડા સમય પહેલા લોકસભાની ચૂૂંટણીની કામગીરીમાં અધિકારીઓ વ્યસ્ત હોવાના કારણે મોડો માલ સપ્લાય થતા પુસ્તકો ખરીદીની કામગીરી હજુ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...