ધો. 10 નાં વિદ્યાર્થીઓનાં મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ માટે ખાસ ટેસ્ટનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: ભારત સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદજી અને શિક્ષણવિદ્ ગિજુભાઇ ભરાડ સંચાલિત પ્રેમાનંદ વિદ્યા મંદિર દ્વારા ધો. 10 ની પરીક્ષા આપેલા છાત્રોનું સાયકોલોજીકલ એનાલીસીસ થઇ શકે એ માટે એક ખાસ ટેસ્ટનું આયોજન કરાયું છે. આ ટેસ્ટ થકી વિદ્યાર્થીનાં કારકિર્દી ઘડતરનાં અભ્યાસ માટેની અભિરુચિનો ખ્યાલ સ્પષ્ટ થઇ જશે. આ પ્રકારનો પ્રયાસ પ્રથમજ વખત થઇ રહ્યો છે. આ ટેસ્ટ તા. 7 નાં રોજ સવારે 9 થી 11 દરમ્યાન યોજાશે. આ માટે જૂનાગઢમાં પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે ડાયરેક્ટર માતંગભાઇ પુરોહિતનો સંપર્ક સાધવો

અન્ય સમાચારો પણ છે...