તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વસ્તુ વેચવા રોડ પર ઉભા એટલે માર્કેટીંગ અને ગ્રાહક સંતોષની થિયરી સમજાઇ ગઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમે આજે હજુ બે કલાક પહેલાંજ અહીં સ્ટોલ શરૂ કર્યો. અને આ બે કલાકમાંજ અમે માર્કેટીંગ મેનેજમેન્ટના પેપરમાં કસ્ટમર્સ સેટીસ્ફેક્શન એટલે કે, ગ્રાહકોનાં સંતોષ વિશે જે થિયરી ભણ્યા એ અમને સમજાઇ ગઇ. સાથે ફાયનાન્સનો ઉપયોગ કેવી રીતે કરવાનો હોય એનો પણ ખ્યાલ આવ્યો. એમ જૂનાગઢની પીકેએમ કોલેજનાં બીબીએનાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.

આગામી ગુરૂવાર સુધી શહેરનાં રાયજીનગરની આસપાસનાં વિસ્તારમાં રોડની સાઇડે ખરી કમાઇ પ્રોજેક્ટ હેઠળ આ કોલેજનાં વિદ્યાર્થીઓ સ્ટોલ નાંખીને જુદા જુદા ધંધાનો અનુભવ મેળવી રહ્યા છે. છેલ્લા સાતેક વર્ષથી તેઓ કોલેજમાં અને ગત વર્ષથી જાહેર માર્ગ પર આ પ્રોજેક્ટ અંતર્ગત ધંધાની તાલીમ મેળવે છે. દર્શક આશરા, જૈમિન મુરાણી અને કૃણાલ ચોલેરાએ કહ્યું કે, અમે માણેકચોકની સેન્ડવીચ આઇસ્ક્રીમ નામની આઇટેમનો પ્રયોગ કર્યો છે. એ જૂનાગઢ માટે નવી છે. આથી એ અમે લાવ્યા. સાથે અમે એ પણ શીખ્યા કે ઓછી કિંમતની વસ્તુ રાખવી પડે એટલે 10 રૂપિયાની દાબેલી પણ રાખી. જોકે, મેનુ અમે ઇંગ્લીશમાં રાખ્યું. એ ગુજરાતીમાં રાખવું જોઇઅે એ અમે અહીં શીખ્યા. ત્રણેય પૈકી દર્શક તો બીબીએ થયા પછી ફાસ્ટફૂડમાંજ કેરીયર બનાવવા માંગે છે. તો ફરહાન બાબી, મોહસીન શરીફ, હાશીમ મકવા, અતીક ખાન અને ફૂરકાન બેલીમે જ્યુસ પર પસંદગી ઉતારી છે. તેઓ કહે છે, ઉનાળામાં આ વસ્તુ વધુ ચાલે. અમને આમાં માલ ક્યાંથી ખરીદવો, રેસીપી, વગેરે બાબતો શીખવા મળી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો