તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના માટે જૂનાગઢની 3 ખાનગી હોસ્પિટલમાં ખાસ વોર્ડ બનાવાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસના દર્દીઓને સારવાર માટે જૂનાગઢ શહેરમાં સિવીલ હોસ્પિટલ ઉપરાંત 3 ખાનગી હોસ્પિટલોને પણ રાજ્યના આરોગ્ય વિભાગે આઇસોલેશન વોર્ડ માટેની મંજૂરી આપી છે. આમ જૂનાગઢ શહેરની ખાનગી હોસ્પિટલોમાં કુલ 10 દર્દીઓને રાખી શકાય એવી સુવીધા છે. જ્યારે જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટેના આઇસોલેશન વોર્ડમાં 14 બેડની વ્યવસ્થા છે.
કોરોના વાયરસના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જૂનાગઢની 3 મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને આઇસોલેશન વોર્ડ માટે માન્ય કરાઇ છે. આ હોસ્પિટલોમાં ડો. ડી. પી. ચિખલિયાની ત્રિમૂર્તિ હોસ્પિટલમાં 3 બેડ, ડો. વી. વી. અઘેરાની કલ્પ હોસ્પિટલમાં 4 બેડ અને ડો. જે. જી. માકડિયાની માકડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 3 બેડની વ્યવસ્થા કરાઇ છે. જે પ્રકારની વ્યવસ્થા સ્વાઇન ફ્લુના દર્દીની સંભાળ માટે હોય છે એવી જ કોરોના માટે હોય છે. એમ સંબંધિત હોસ્પિટલોનાં સુત્રોએ જણાવ્યું હતું.

વોશેબલ માસ્ક કોઇ માગતું નથી, બીજા આવતા નથી

કોરોના વાયરસને પગલે બજારમાં માસ્કની ડિમાન્ડ વધી ગઇ છે. જેમાં ડિસ્પોઝેબલ માસ્ક તો બજારમાં આવતા જ નથી. જે આવે છે એ ગણત્રીના કલાકોમાંજ વેચાઇ જાય છે. તેનો ભાવ રૂ. 20 છે. તેની સામે ધોઇને ફરીથી ઉપયોગમાં લઇ શકાય એવા માસ્ક રૂ. 35 થી 50 સુધીમાં મળે છે. પણ એ કોઇ માગતું જ નથી. જોકે, યુઝ એન્ડ થ્રો ન જ હોય એવા સંજોગોમાં કેટલાક લોકો આવા માસ્ક લઇ જાય છે ખરા. એમ મેડિકલ સ્ટોર સંચાલકોનું કહેવું છે. જોકે, કેટલાક સંચાલકો તો ડ્રગ્ઝ વિભાગનું રજીસ્ટર નિભાવવાની માથકૂટને લીધે માસ્ક રાખવાનું જ નથી ઇચ્છતા એમ પણ અમુક સંચાલકોનું કહેવું છે. જ્યારે કટલેરીની દુકાનોમાં ધોઇ શકાય એવા માસ્ક માત્ર 20 રૂપિયામાં મળે છે. ઘણા લોકો ન છૂટકે ત્યાંથી પણ માસ્ક ખરીદે છે.


શહેરમાં કુલ 24 દર્દીઓને સારવારની ક્ષમતા


અન્ય સમાચારો પણ છે...