તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ગંધથી માથાનો દુ:ખાવો, ચામડીના રોગ, શ્વાસની બિમારીનું પ્રમાણ વધ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢના ગાંધીગ્રામ નજીક મનપા દ્વારા ઠાલવવામાં આવતા કચરાના કારણે સ્થાનિક લોકોના આરોગ્ય સામે જોખમ ઉભું થઇ રહ્યું છે. આ અંગે ગાંધીગ્રામ વિસ્તારના લોકોએ રોષભેર જણાવ્યું હતું કે, શહેરની વચ્ચોવચ આવેલા મનપાના કચરા એકત્રીકરણ સેન્ટરના કારણે સ્થાનિક લોકોમાં બિમારીનું પ્રમાણ વધી ગયું છે. કચરાની દુર્ગન્ધના કારણે માથાનો દુ:ખાવો, એલર્જી, ચામડીના રોગ, તાવ, શરદી, ઉધરસ, શ્વાસને લગતી બિમારીથી લોકો પિડાઇ રહ્યા છે. અેટલું જ નહી કચરો અને પ્લાસ્ટિક ખાવાના કારણે છેલ્લા 3 મહિનાથી દરરોજ 1 ગાય મોતને ભેટી રહી હોવાનો પણ સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે. એક તરફ કોરોના વાયરસની દહેશત છે ત્યારે મનપા રહેણાંક વિસ્તારમાં કચરાના ઢગલા કરી લોકોના અારોગ્ય સાથે ચેડા કરવા સાથે જાણે કોરોનાને આમંત્રણ આપી રહ્યું હોય તેમ લાગી રહ્યું હોવાનું પણ લોકોઅે રોષભેર જણાવી આ મામલે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિક લોકોએ માંગ કરી છે.

ગાંધીગ્રામ નજીક ઠલવાતા કચરાથી માઝા મૂકતી ગંદકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો