તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક વેપારીઓ આવા પ્રતિબંધને ઘોળીને પી જતા હોવાની જાણ થતા મનપાના કમિશ્નર તુષાર સુમેરાએ ચેકીંગ હાથ ધર્યું હતું. કમિશ્નરે શહેરના વોર્ડ નંબર 9ના ઉપરકોટ, માંડવી ચોક, દિવાન ચોક, જૂની મામલતદાર કચેરી, જૂનું દરબાર હોલ મ્યુઝિયમ વગેરે વિસ્તારમાં પ્લાસ્ટિક અંગે ચેકીંગ હાથ ધર્યું હતું. આ કામગીરી દરમિયાન અનેક વેપારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેંચાણ કરતા હોવાનું જણાતા પ્લાસ્ટિકનો જથ્થો કબ્જે કરી 2950નો દંડ કર્યો હતો. આ તકે કેટલાક ફરસાણના વેપારી રી યુઝ તેલનો ઉપયોગ કરતા હોવાનું જણાતા આરોગ્યને હાનિકારક આવા તેલના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. દરમિયાન કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, સીંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોય તેમ છતાં જો કોઇ તેનો ઉપયોગ કે વેંચાણ કરશે તો આવા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, સરકાર દ્વારા પ્લાસ્ટીક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં પણ વેપારીઓ પ્લાસ્ટીકનો ઉપયોગ કરે છે.

અન્ય સમાચારો પણ છે...