તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિવરાત્રિ કુંભનો રાજ્યપાલનાં હસ્તે ધ્વજારોહણ સાથે પ્રારંભ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગિરનારની ગોદમાં યુગોથી ભવનાથ મહાદેવના સાન્નિધ્યમાં યોજાતા મહાશિવરાત્રિના મેળાને રાજ્ય સરકારે આ વખતથી મિની કુંભનો દરજ્જો આપ્યો છે. આજે આ ગિરનાર મહાશિવરાત્રિ કુંભમેળાનો રાજ્યપાલનાં હસ્તે ધ્વજારોહણ સાથે પ્રારંભ થયો હતો. રાજ્યપાલ ઓ. પી. કોહલીએ સવારે 8:30 વાગ્યે ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજા ચઢાવી હતી. આ તકે ભવનાથનાં સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથેજ ગુજરાતનો આ પ્રથમ કુંભ મેળો ધમધમવા લાગ્યો છે. ધ્વજારોહણ બાદ રાજ્યપાલે મેળામાં લેસર શો, ભવનાથ ગેઇટ તેમજ 51 લાખ રૂદ્રાક્ષથી બનેલા શિવલીંગનું લોકાર્પણ કર્યું હતું. સામાન્ય રીતે દર વખતે શિવરાત્રિના મેળામાં ભાવિકોની હાજરી નહીંવત હોય છે. પરંતુ આ વખતે ગિરનાર કુંભનાં થયેલા પ્રચારને પગલે ભવનાથમાં આશરે 50 હજાર લોકોની હાજરી જોવા મળતી હતી. વિવિધ ઉતારા, જ્ઞાતિ સંસ્થાઓ, ધાર્મિક સ્થળોએ આજથીજ અન્નક્ષેત્રોનાં રસોડાં ધમધમવા લાગ્યા છે.

આજનાં કાર્યક્રમો
બપોરે 3 વાગ્યે : ગિરનાર તળેટી પાર્કિંગમાં રોપ-વેનાં સાધનોની પ્રદર્શની

સાંજે 4 થી 6 : ડમરુ યાત્રા

સાંજે 6:30 : લેસર અને લાઇટ શો

રાત્રે 8 થી 11 : પ્રકૃતિધામમાં ભરત બારૈયા અને શીતલ બારોટ દ્વારા શિવ તાંડવ અને શિવ ઉપાસના

ઉપસ્થિતી : કૃષિ મંત્રી આર. સી. ફળદુ અને યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપ ઠાકોર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો