શાપુરનાં મોહિતને હ્નદયના કાણાનાં ઓપરેશનની વિના મુલ્યે સારવાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વંથલીના શાપુર ગામે રહેતા ડાયાભાઇ બધાભાઇ ખાંભલાના દિકરો મોહિત 6 મહિનાનો હતો ત્યારે ખબર પડી કે તેમના હ્વદયમાં ખામી છે. જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટસ કરાવતા રાજકોટ બતાવવામાં આવ્યું. જ્યાં ડોક્ટરે 4 થી 5 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. ડાયાભાઇની આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને ઓપરેશનનો ખર્ચ કરી શકે તેમ ન હોવાથી ચિંતીત બન્યા હતા. પરંતુ શાપુર આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર્સ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ યુ.એન.હોસ્પિટલમાં સારવાર કરાવી જેમાં ડોક્ટર દ્વારા 3-3 મહિનાના ડોઝ લેવામાં આવ્યા બાદમાં ઓપરેશન થયું હતું. જેનો તમામ ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવ્યો હતો અને મોહિતને નવુ જીવન મળ્યું છે. આરોગ્ય તપાસણી અભિયાન હેઠળ નવજાત શીશુથી 18 વર્ષ સુધીના તમામ બાળકોનું પ્રાથમિક સ્ક્રીનીંગ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમના પેરા મેડીકલ સ્ટાફની ટીમ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પેરા મેડીકલ સ્ટાફ દ્વારા સામાન્ય બીમારીવાળા બાળકોને સ્થળ પર સારવાર આપવામાં આવે છે. વધુ ખામીવાળા બાળકોને સિવીલ હોસ્પિટલના તજજ્ઞો દ્વારા સારવાર અપાઇ છે. તેમાંથી ગંભીર બિમારીવાળા બાળકોને સુપર સ્પેશ્યાલીસ્ટ સારવાર અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...