તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

5 કરોડની સહાય મળી હોઇ વાર્ષિક એડવોકેટ રિન્યુઅલ ફિના નિર્ણયને રદ કરવા માંગ કરાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં એડવોકેટની રિન્યુઅલ ફિ પાંચ વર્ષે લેવામાં આવતી હતી. હવે આ ફિ વાર્ષિક રીતે લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હોય આ નિર્ણયને રદ કરવા માંગ ઉઠી છે. જૂનાગઢના વકિલ યોગેન્દ્રસિંહ ઠાકોરે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેનને પત્ર પાઠવ્યો છે. વર્ષોથી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં એડવોકેટ રિન્યુઅલ ફિ પાંચ વર્ષે લેવામાં આવતી હતી. આપની ચૂંટાયેલી બોડી દ્વારા વાર્ષિક વેલફેર રિન્યુઅલ ફિ 500 થી લઇને 1500 સુધીની ભરવાનો નિર્ણય કરાયો છે. આ મામલે વિરોધ ઉઠવા છત્તાં આ નિર્ણયમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. ખાસ કરીને રાજ્ય સરકારે 5 કરોડની સહાય આપી છે ત્યારે વાર્ષિક રિન્યુઅલ ફિનો નિર્ણય રદ કરી અગાઉની જેમ ફરી પાંચ વર્ષે એડવોકેટ રિન્યુઅલ ફિ ભરવાનો નિર્ણય કરવો જોઇએ તેવી તમામ વકિલો વતી યોગેન્દ્રસિંહ ઠાકોરે માંગ કરી છે.

જૂનાગઢના વકિલની બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેનને રજૂઅાત

અગાઉ 5 વર્ષે જ ફિ લેવામાં અાવતી હતી


અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો